હાલો પથ્થારી ફેરવીએ દેશની -કૃષ્ણ દવે

ટૅગ્સ

, , ,હાલો પથ્થારી ફેરવીએ દેશની

તમને જરૂર છે ટેકાની ભાઈ મારા, અમને જરૂર છે કેશની

                             હાલો પથ્થારી ફેરવીએ દેશની

છ મહિના ચાલે તો ગંગાજી નાહ્યાં,

આ વર્ષોની વાર્તાયું મેલો

સાત પેઢી નિરાંતે બેસીને ખાય;

બસ એટલો જ ભરવો છે થેલો

દોવા દે ત્યા લગી જ આરતીયું ઊતરે છે કાળી ડિબાંગ ભેંસની

                             હાલો પથ્થારી ફેરવીએ દેશની

ફાઈલોના પારેવાં ઘૂ ઘૂ કરે છે હવે,

ચોકમાં દાણા તો નાખો

ગમ્મે તે કામ કરો અમને ક્યાં વાંધો છે,

પણ આપણા પચાસ ટકા રાખો

ચૂલે બળેલ કૈંક ડોશીયુંના નામ પર આપી દ્યો એજન્સી ગેસની

                          હાલો પથ્થારી ફેરવીએ દેશની

દેકારા પડકારા હોબાળા

રોજેરોજ વાગે છે નીત નવાં ઢોલ

જેને જે સોંપાશે એવો ને એવો અહીં અદ્દલ ભજવશે ઈ રોલ

નાટક કંપનીયું ઈર્ષા કરેને ભલે આપણે ત્યાં ભજવાતા વેશની

                            હાલો પથ્થારી ફેરવીએ દેશની

-કૃષ્ણ દવે

હટાણા જુદા કર્યા -આદિલ મન્સૂરી

ટૅગ્સ

, , ,હટાણા જુદા કર્યા

હાટો જુદી કરી ને હટાણા જુદા કર્યા
એકેક વીણી વીણી ઘરાણાં જુદા કર્યા

જોવાનું દૃશ્ય જ્યારે વહેંચી શક્યા નહીં
ત્યારે બધાયે ભીંતમાં કાણાં જુદા કર્યા

જીવતર પછેડી જેને બધા ઓઢતા હતા
તેના બધાયે તાણા ને વાણા જુદા કર્યા

ભેગા મળીને જેના ઉપર ઘર ચણ્યું હતું
પાયાઓ ખોદી ખોદી તે પાણા જુદા કર્યા

અવકાશમાં ધૂમાડો બધે એક થઈ રહ્યો
ધરતી પર ભલે તમે છાણાં જુદા કર્યા

ખેતરમાં સહુએ સાથે મળીને ખેડ તો કરી
જ્યારે ફસલ લણાઈ તો દાણાં જુદા કર્યા

ભૂખ્યાંજનોને પારણાં  કરવાને  નોતરી
મોઢાંઓ જોઈ જોઈને ભાણાં જુદા કર્યા

બે આંખનીય કોઈને નડતી નથી શરમ
પાડોશીઓ જે જોઈ લજાણા જુદા કર્યા

કોઈએ ગદ્ય ગીત અને કોઈએ ગઝલ
આદિલ બધાયે પોતાના ગાણાં જુદા કર્યા

-આદિલ મન્સૂરી

બાકસ નામે ધરમ -કૃષ્ણ દવેબાકસ નામે ધરમ

બાકસ નામે ધરમ  ધરમમાં દીવાસળીનાં ટોળાં જી
એક જ પળમાં ઝડપી લીધાં કૈંક કબૂતર ભોળાં જી

પીંછાં બાળ્યાં પાંખો બાળી બાળી એની ચાંચો જી
પછી કહ્યું લ્યો ભડકે બળતા ચહેરાઓને વાંચો જી

બાકસજી ઉપદેશ કરે ને આપે સૌને અગ્નિ જી
ફૂલેફાલે ધરમ આપણો એ જ અમારી લગની જી

નાતજાતનો ભેદ નથી આ ધરમ એટલો સારો જી
એક વાત ને એક આચરણ પકડો કાપો મારો જી

વાત સાંભળી ગલી ગલીથી ઊમટી આવ્યા ચેલા જી
ત્યારે અમને ખબર પડી કે હતા કેટલા ઘેલા જી

ઘણો કઠિન આ ધર્મ હતો ને હોંશે હોંશે પાળ્યો જી
વ્યર્થ બધી એ વાતો છે ભૈ કોણે કોને બાળ્યો જી

દીવાસળીનાં ટોળેટોળાં  ફરી  વળ્યાં ચિક્કાર જી
બાકસ નામે ધરમ ધરમનો થઈ ગ્યો જયજયકાર જી

               -કૃષ્ણ દવે

‘નયણાં ‘ -વેણીભાઈ પુરોહિત

ટૅગ્સ

, , ,


નયણાં

ઊના રે પાણીના અદ્ભુત માછલાં-

એમાં આસમાની ભેજ, એમાં આતમાનાં તેજ;

સાચાં તો યે કાચાં જાણે કાચનાં બે કાચલાં:

ઊના રે પાણીના અદ્ભુત માછલાં.

સાત રે સમંદર એના પેટમાં- છાની વડવાનલની આગ ,

અને પોતે છીછરાં અતાગ:

સપનાં આળોટે એમાં છોરુ થઈને ચાગલાં:

ઊના રે પાણીના અદ્ભુત માછલાં.

જલના દીવા ને જલમાં ઝળહળે,

કોઈ દિન રંગ ને વિલાસ, કોઈ દિન પ્રભુ તારી પ્યાસ:

ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં

ઊના રે પાણીના અદ્ભુત માછલાં.

              -વેણીભાઈ પુરોહિત 

સંતાઈ રહેશે ક્યાં સુધી ? -બદરી કાચવાલા

ટૅગ્સ

, , ,


સંતાઈ રહેશે ક્યાં સુધી?

સંતાઈ રહેશે ક્યાં સુધી તું હવે તારા વાસમાં?
તુજને જોવા ચાહું છું તારા અસલ લિબાસમાં!

ધર્મ ને કર્મજાળમાં મુજને  હવે ફસાવ ના
મુજમાં તું ઓતપ્રોત છે હું તારા શ્વાસેશ્વાસમાં!

દર્શની લાલસા મને  ભક્તિની લાલસા તને
બોલ હવે ક્યાં ફરક તુજમાં ને તારા દાસમાં?

મુજને નથી કાં સ્પર્શતાં તારાં અભયવચન બધાં
પૂરાં કરીશ શું બધાં તું તારા સ્વર્ગવાસમાં?

તારુંય દિલ વિચિત્ર છે તારો સ્વભાવ છે અજબ
કેમ રહે છે દૂર દૂર રહીને તું આસપાસમાં?

મારો જગત નિવાસ છે તારો નિવાસ મુજ હૃદય
હું તારા વાસમાં દુઃખી તું સુખી મારા વાસમાં?

           -બદરી કાચવાલા
ભૈ માણસ છે!

રમતાં રમતાં લડી પડે ભૈ માણસ છે!
હસતાં હસતાં રડી પડે ભૈ માણસ છે!

પહાડથી એ કઠ્ઠણ મક્કમ માણસ છે!
દડ દડ દડ દડ દડી પડે ભૈ માણસ છે!

ચંદર પર ચાલે ચપચપ માણસ છે!
ને બે ડગલે ખડી પડે ભૈ માણસ છે!

સૂર્યવંશીનો પ્રતાપ એનો  માણસ છે!
ભરબપ્પોરે ઢળી પડે  ભૈ માણસ છે!

પૂજાવા ઝટ થયા પાળિયા માણસ છે!
ટાણે ખોટ્યું પડી પડી ભૈ માણસ છે!

         -જયંત પાઠક

કરવતથી વહેરેલાં -વેણીભાઈ પુરોહિત

કરવતથી વહેરેલાં

     કરવતથી વહેરેલાં
     ઝેરણીથી ઝેરેલાં
     કાનસથી છોલેલાં
     તોય અમે લાગણીનાં માણસ

     બોમ બોમ બીડેલાં
     પંખાળા સાંબેલાં
     તોપ તોપ ઝીંકેલાં
     આગ આગ આંબેલાં
     ધણધણ ધુમાડાના
     બહેરા ઘોંઘાટ તણી
     ઘાણીમાં પીલેલાં
     તોય અમે લાવણીનાં માણસ

     ખેતરનાં ડૂંડામાં
     લાલ લાલ ગંજેરી
     શ્યામ શ્યામ સોનેરી
     ભડકે ભરખાયેલ છેઃ
     દાણા દુણાયેલ છેઃ
     ઊગવાના ઓરતામાં
     વણસેલાં કણસેલાં – 
     તોય અમે વાવણીનાં માણસ

     ભૂખરાં ને જાંબુડિયાં...
     દૂધિયાં, પિરોજાં
     દીઠા ને અણદીઠાં
     દરિયાનાં મોજાં
     માતેલાં મસ્તાનાં
     ઘૂઘરિયા સોજાઃ
     કાંઠેથી મઝધારે
     સરગમને સથવારે
     તોયે અમે આવણી ને
     જાવણીનાં માણસ
     ચડતી ને ઊતરતી
     ભાંજણીનાં માણસ

     કરવતથી વહેરેલાં
     ઝેરણીથી ઝેરેલાં
     કાનસથી છોલેલાં
     તોય અમે લાગણીનાં માણસ

         -વેણીભાઈ પુરોહિત

આંખ મીંચીને જોઉં તો દેખાય છે – -રાજેન્દ્ર શુક્લ

ટૅગ્સ

, , ,આંખ મીંચીને જોઉં તો દેખાય છે

આ અહીં પહોંચ્યાં પછી આટલું સમજાય છે
કોઈ કંઈ કરતું નથી આ બધું તો થાય છે

હાથ હોવાથી જ કંઈ ક્યાં કશું પકડાય છે
શ્વાસ જેવા શ્વાસ પણ વાય છે તો વાય છે

આંખ મીંચીને  હવે  જોઉં તો દેખાય છે
ક્યાંક કંઈ ખૂલી રહ્યું ક્યાંક કંઈ બિડાય છે

જે ઝળકતું  હોય છે  તારકોનાં મૌનમાં
એ જ તો સૌરભ બની આંગણે વિખરાય છે

શબ્દને અર્થો હતાં ઓગળી કલરવ થયાં
મન ઝરણ પંખી બધું ક્યાં જુદું પરખાય છે

-રાજેન્દ્ર શુક્લ

ઘર ભણી જઇએ – મુકેશ દવે

ટૅગ્સ

, , ,

home

ચાલો મૂકીએ આ જંજાળ,ઘર ભણી જઈએ.

કોઈ તો રાખે છે સંભાળ ,ઘર ભણી જઈએ.

   પ્રતીક્ષામાં ઊભું બારણું; સ્મિત વેરી આંગણે;

કેવા રાખીને ખૂલ્લા વાળ, ઘર ભણી જઈએ.

કિલ્લોલને ઉચકવા બે ખભા ખૂબ આતુર છે,

તો પહોંચી જાઓ તત્કાળ,ઘર ભણી જઈએ.

પૃથ્વીનો છેડો ઘર ને સૌથી મોટું છે તીરથ,

તો લો શાના છીએ કંગાળ,ઘર ભણી જઈએ.

હોય સૂકો રોટલો; પણ પ્રેમ મસળીને કર્યો,

ભૈ એને જ ગણો રસથાળ,ઘર ભણી જઈએ.

– મુકેશ દવે